Saturday, September 26, 2009

દલડુ ના દુભાય કાના


દલડુ ના દુભાય કાના,દલડુ ના દુભાય.
તારા વિયોગે આ રધિકા નુ મનડું ના દુભાય,

પ્રીત કેરી ઘેલછા લગાડી મને તે,
હવે ચોરે ના વતો થાય,
તરા વિયોગે આ રધિકા નુ મનડું ના દુભાય,

તે યમુના નો કાંઠો કાનજી,
આપણા પ્રેમ નો કિનારો છે,
ભવો-ભવ નિ પ્રીત ન કોલ ,
આમજ ના વેડફાય,
તરા વિયોગે આ રધિકા નુ મનડું ના દુભાય,

તે વાંસળી ના સુરો કાનજી,
હજી પણ કાનમા ગુંજે છે,
ગોવાળીયા તારી ગાયો હવે,
વેરણ ના વર્તાય,
તરા વિયોગે આ રધિકા નુ મનડું ના દુભાય,

નંદ યસોદા અને ગોપીઓ,
હજી પણ તેમને વિશ્વાસ છે,
શામળીયો આવશે એક દી,
એવી મન મા ગાંઠ છે,
તરા વિયોગે આ રધિકા નુ મનડું ન દુભય.......

લેખક:- મુકેશ જાદવ

No comments: