Saturday, September 26, 2009

દલડુ ના દુભાય કાના


દલડુ ના દુભાય કાના,દલડુ ના દુભાય.
તારા વિયોગે આ રધિકા નુ મનડું ના દુભાય,

પ્રીત કેરી ઘેલછા લગાડી મને તે,
હવે ચોરે ના વતો થાય,
તરા વિયોગે આ રધિકા નુ મનડું ના દુભાય,

તે યમુના નો કાંઠો કાનજી,
આપણા પ્રેમ નો કિનારો છે,
ભવો-ભવ નિ પ્રીત ન કોલ ,
આમજ ના વેડફાય,
તરા વિયોગે આ રધિકા નુ મનડું ના દુભાય,

તે વાંસળી ના સુરો કાનજી,
હજી પણ કાનમા ગુંજે છે,
ગોવાળીયા તારી ગાયો હવે,
વેરણ ના વર્તાય,
તરા વિયોગે આ રધિકા નુ મનડું ના દુભાય,

નંદ યસોદા અને ગોપીઓ,
હજી પણ તેમને વિશ્વાસ છે,
શામળીયો આવશે એક દી,
એવી મન મા ગાંઠ છે,
તરા વિયોગે આ રધિકા નુ મનડું ન દુભય.......

લેખક:- મુકેશ જાદવ

Wednesday, October 8, 2008

અસત્યો માંહેથી છંદ: શિખરિણી


ઉપનામ

  • ગુજરાતના મહાકવિ

જન્મ

  • માર્ચ 16, 1877 અમદાવાદ

અવસાન

  • જાન્યુઆરી 9, 1946 અમદાવાદ

કુટુમ્બ

અભ્યાસ

  • 1893- મેટ્રિક (અમદાવાદ)
  • 1899 - બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ
  • 1901- એમ.એ. - ઇતિહાસ સાથે (પૂના, મુંબાઇ)

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.

નાનાલાલ દલપતરામ કવિ

શ્રાવણ નીતર્યો


જીવનકાળ: માર્ચ 7, 1916- ફેબ્રુઆરી 28, 1993

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી,
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

Tuesday, October 7, 2008

તુ ને તુ


તારી યાદ ની છાયા આજે તારી યાદો લાવે છે, આખો દીવસ માથે રહી તે તારી યાદ અપાવે છે, રાતે ઉંઘવની કોસીસ કરુ તો ચાંદો મને સતાવે, માટી ની સુગંધ મા પ તરી મહેક આવે છે , સુનંદર્તા આ કુદરત ની તરા મા સમાયી છે, જે ખુણે નજર કરુ હુ બસ તુ ને તુ દેખની છે .

Friday, May 2, 2008

Balpan

ઊંડું જોયું, અઢળક જોયું;

મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,

કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;

ઊંડે જોયું, અઢળક જોયું.

માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;

એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!

જળમાં જોયું, ઝગમગ જોયું;

ઊંડે જોયું, અઢળક જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;

ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?

પલમાં જોયું, અપલક જોયું;

હદમાં જોયું, અનહદ જોયું;

ઊંડું જોયું, અઢળક જોયું.

PRABHAT


સવાર થૈ ને સુરજ ઉગ્યો પંખીડા પન ગાવા લાગ્યા,
રાત ને ભુલી ને બધા સવાર ને મીથા સુર મા ગાવા લાગ્યા,
કાલ હતા તે અધુરા સપ્ના આજે પુરા કર્વા લગ્યા,
રાત ને ભુલી ને બધા સવાર ને મીથા સુર મા ગવા લાગ્ય

Wednesday, April 23, 2008

yad ye teri

tari yad jo hame yu satati rahi , rat ko din to din ko chand dikhati rahi ,
ham to khote gaye is bekhudi me or hamari jan dhire dhire jati rahi,